શ્રી આગમાતાજી પ્રાગટ્ય ઈતિહાસ;ભરકાવાડા

શ્રી આગમાતાજી,ભરકાવાડા

વાત છે આશરે ૨૦૦ વરસ પહેલા ની બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભરકાવાડા ગામ ની કે જેમ, દરેક ગામ માં ગામ તોરણ(જાંપા તોરણ) હોય છે એમ ભરકાવાડા ગામ માં પણ વર્ષોથી ગામ તોરણ બાંધેલું હતું,આ તોરણ દર વર્ષે બદલવામાં આવતું. અને તે તોરણ વિઠોદર્(હાલ ના ડીસા તાલુકામાં આવેલ) ના આગમતાજીના મુખ્ય સંચાલક પુજરી ના હસતે થતું હતું.આ મહંત પુજરી શ્રીના હસતે આસ-પાસ ના અનેક ગામો જેવા કે કુંભાસણ,ચાંગા,માહી,એદ્રાણા,કરજોડા,તાજપુરા,મલાણા,વગેરે ….જેવા ગામો માં પૂજા વિધિ સાથે બાંધવામાં આવતું.

આશરે ૧૮ મી સદી ના અંત માં એટલે ઈ.સ ૧૭૯૦(અંદાજીત) ના અંત માં વીઠોદર સ્થગિત શ્રી આગમતાજી મંદિર ના પુજરી એવા કરસનપુરી(લોકવાયીકા પમાણે નામ મળેલ છે.) આ વર્ષે દરેક ગામ ની જેમ ભરકાવાડા ગામ માં તોરણ બાંધવા માટે આવેલા હતા,એ સમયે વાહનવયવહાર ના હોવાથી ચાલતા આવતા અને રાતી રોકાણ કરતા,આ દરમયાન ભરકાવાડા ના રાઠોડ(રાજપૂત) પરિવાર ના મુળાજી મેઘાજ રાઠોડ,રાજપૂત ની આ મહંત સંત ના પ્રત્યે સેવા ભાવના ની લાગણી થી પોતે મહંત ની સેવા કરવા લાગયા એટલા માં સંત કરસનપુરીની આંખ લાગી જતા સુઈ ગયા.મુળાજી તેમના પગ દબાવતા રહા એ વીચારી ને કે જે હું પગ દબાવાનું બંધ કરીશ તો સંત શ્રી ઠપકો આપશે.

વિઠોદર આગમાતાજી

પગ દબાવતા-દબાવતા સવાર પડી સંત ની ઊંઘ માંથી આંખો ખુલી તારે આ મુળાજી પગ દબાવતા સંત ના નજરે પડા સંત આશ્ચર્યચકિત થઇ ગયા,અને બોલી ઉઠયા અરે બાળક તું મારા પગ આખી રાત થી દબાવી રહો છે તું ઊંઘયો પણ નથી. સંત કરસંપુરી આ મુળાજ ની સેવા થી ખુશ થઇ ગયા અને બોલ્યા જા બાળક હવે તું તારા ઘર માં આગમતા ના નામ નો દીવો કરજે શ્રદ્ધા થી અને એ દીવસ થી તારા ઘર માં કંકુ ના પગલા થશે તારા ઘર માં કોઠીઓ(ધાનય ભરવાનું મોટું પાત્ર) ઉભરાશે તારા ખેતર ના કુવા પાણી થી છલકાશે તારા ઢોર-ઢાંખર માં કોઈ દીવસ ખોટ નહી પડે.(આ સમયે મુળાજ ના ઘર પરીવાર ની સ્થિતિ કંઇક સારી નહોતી તેમજ તેઓની ખેતી અને ઢોર-ઢાંખર માં પણ મુશકેલીઓ નો સામનો કરી રહ્યા હતા)

સંત શ્રી ના ગયા પછી મુળાજ એ આગમતા ના નામ નો દીવો કરવાનું ચાલુ કરી દીધું પછી સંત શ્રી એ ઉચ્ચારેલી બધી જ બાબતો સાચી પડવા લાગી તેમના ઘર માં કંકુ ના પગલા થયા ઘરમાં ધાનય ઉભરાનું ઢોર-ઢાંખર માં પણ સારો ફેરફાર જેવા મળો અને જે પાણી ના કુવા ખાલી પડા હતા એમાં પાણી ભરાવા લાગયું.

વિઠોદર આગમાતાજી

આ ઘટના બાદ મુળાજી એ આગમતાજ ની સેવા કરવાનું ચાલુ રાખ્યું અને દર મહિના ની પૂનમે વિઠોદર જવાનું ચાલુ કરી દીધું અને આગમતજી નો જે ઘર માં દીવો કર્યો હતો અને કંકુ ના પગલા થયા હતા એ ઘર માં સ્થાનક આપયું અને પુરા મન થી સેવા કરવાનું ચાલુ કરી દીધુ આ રીતે ભરકાવાડા ગામ માં શ્રી આગમાતાજી નું પાગટ્ય થયું.

ત્યાર પછી તેમના ઘર માં સુખ સંપતી વધવા લાગી બધી બાજુ એ સારું દેખાવા લાગયું,આ બધું દ્રશ્ય આજુ બાજુ ના ગામ લોકો અને ભરકાવાડા ગામ ના લોકો ને દેખાવા લાગયું,તારે આજુ બાજુ ના લોકો પણ આગમતા પ્રત્યે શ્રદ્ધા રાખવા લાગયા ત્યાર બાદ જે શ્રદ્ધા રાખતું એના ઘરે પણ સુખ શાંતિ વધવા લાગી ત્યાર પછી આજુબાજુ ના ગામો ના લોકો પણ આવવા લાગયા અને પોતાના શ્રદ્ધા ભાવ થી આગમાતાજી ને માનવા લાગયા. સમય બદલાતો ગયો પણ લોકો ની શ્રીઆગમતાજી ના પ્રત્યે ની શ્રદ્ધા અતુટ રહી અને આજ સુધી એની એજ છે. આજે આશરે ૨૦૦ વર્ષ પછી પણ ભરકાવાડા ગામ માં મુળાજ ના એજ ઘરે એ સ્થાનક હયાત છે અને હજારો લોકો ની શ્રદ્ધાજેડાયેલી છે.

સમય બદલાતા ની સાથે પેઢીઓ પણ બદલાણી પણ મુળાજ ની દરેક પેઢીએ શી આગમાતાજ નીસેવા કરવામાં કોઈ ભુલ આચરી નથી આજે પણ મુળાજ ના પછી ની તીજ પેઢીના સેવક એવા તેજાજી ખુમાજી રાઠોડ,રાજપૂત માતાજી ની સેવામાં તત્પર છે.

અને આજ દિન સુધી હજરો લોકો ની શ્રદ્ધા માં આગમાતાજી ના ઉપર બની રહેલી છે અને દર રવિવારે અને મંગળવાર ના દિવસે હજારો લોકો માતાજી ના દર્શનાર્થે આવે છે અને માં આગમાતાજ એમની મનોકામના પણ પૂર્ણ કરે છે. આજ ના આ કળયુગ માં ઢોંગી ભૂવાઓ ખોટી રીતે લોકો પાસે થી પૈસા પડાવવાની તૈયારી માં રહેતા હોય છે જયારે અહી આવતા લોકો પાસે કોઈ પૈસા કે દાન ભેટ માંગીને લેવામાં આવતું નથી,કે લોકો ની મનોકામના તેમની શ્રદ્ધાથી પૂણકરે છે શ્રીઆગમતજી.

તેજાજી ખુમાજી રાઠોડ,રાજપૂત

નવરાત્રી ના આઠમાં દિવસે એટલે કે આસો

નવરાત્રી ના આઠમાં દિવસે એટલે કે આસો સુદ આઠમ ના દિવસે ભરકાવાડા ના ગામ લોકો મળીને શ્રીઆગમતાજી નો હવન કરવામાં આવે છે, અને રાત્રે શ્રી આગમાતાજી ની પલ્લી ભરાય છે તેના દર્શનાર્થે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

જય શ્રી આગમાતાજી

Related Posts

One thought on “શ્રી આગમાતાજી પ્રાગટ્ય ઈતિહાસ;ભરકાવાડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *